ઈસુઝુ મોટર્સ ઈન્ડિયાએ ગુજરાતમાં વિસ્તરણ કર્યું

Ahmedabad, 23, January 2015

દુનિયાની સૌથી વિશાળ કમર્શિયલ વાહનની ઉત્પાદકમાંથી એક અને પિક-અપ ટ્રક્સમાં આગેવાન જાપાની ઈસુઝુ મોટર્સની સબસિડિયરી ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે આજે અમદાવાદમાં નવી ડીલરશિપનો શુભારંભ કરીને ગુજરાતમાં તેનો પ્રવેશ કર્યો છે. નવી ડીલરશિપ- ટોર્ક ઈસુઝુ અમદાવાદના બોડકદેવ ખાતે સરખેજ ગાંધીનગર હાઈવે પર હોટેલ ગ્રાન્ડ ભગવતી નજીક શ્રી પંચધારા કોમ્પ્લેક્સના ભોંયતળિયે સ્થિત ટોર્ક ઈસુઝુ ખાતે સુવિધાજનક રીતે સ્થિત છે, જે ઈસુઝુના ગ્રાહકોને કક્ષામાં ઉત્તમ સેવા અને વેચાણ પ્રદાન કરશે.

 

આ પ્રસંગે બોલતાં ઈસુઝુ મોટર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તાકાશી કિકુચીએ જણાવ્યું હતું કે અમારી અહીં હાજરીથી અમને બેહદ ખુશી છે, કારણ કે અમે માનીએ છીએ કે આ બજારમાં દેશભરમાં અમારી પહોંચને વિસ્તારવા માટે ભરપૂર સંભાવના છે. ભાવિ રોકાણો અને વર્તમાન વેપાર પ્રવૃત્તિઓ સાથે ગુજરાત ઈસુઝુ માટે સંભવિત બજાર તરીકે ઊભરી આવ્યું છે, જે પરિવહનની ઉત્તમ અને કાર્યક્ષમ રીતે જોતા અમારા ગ્રાહકો માટે પહોંચ આપે છે. ટોર્ક સાથે ભાગીદારીને લીધે આ બજારમાં અમારી શક્તિનો લાભ લેવાનો અમને મોકો મળ્યો છે. અમે આગળ જતાં બજારમાં અમારા નેટવર્કને વધુ વિસ્તારવાનું ચાલુ રાખીશું.

 

ટોર્ક ઈસુઝુના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કુરેન અમિને જણાવ્યું હતું કે યુટિલિટી અને પ્રવાસી વાહનોની દુનિયાની અગ્રણી ઉત્પાદક ઈસુઝુ મોટર્સ સાથે સંકળાવાનો અમને આનંદ છે. આ ડીલરશિપ સાથે અમે દેશના આ ભાગમાં ઈસુઝુનાં સ્પોર્ટસ યુટિલિટી વાહનો અને પિક-અપ વાહનોમાંથી શ્રેષ્ઠતમ લાવવા માટે કટિબદ્ધ છીએ.

 

ઈસુઝુના ડી-મેક્સમાં હેવી – ડ્યુટી ચેસિસ છે, જે વિશાળ કાર્ગો બેડ જથ્થાબંધ ભાર વહન કરી શકે છે અને તેનું બોડી સ્ટ્રક્ચર હાઈ- ટેન્સિલ સ્ટીલથી બનાવાયું છે. તે બહારથી બોલ્ડ અને અગ્રેસિવ લૂક ધરાવે છે. આ અત્યાધુનિક, પ્રવાસી વાહનનું ઈન્ટીરિયર તેને વસાવનારને ગૌરવજનક લાગણી અપાવીને રહે છે.

 

ભારતમાં સંપૂર્ણ નવી સંકલ્પના નવી ડી-મેક્સની સ્પેસ કેબ્સની અજોડ વિશિષ્ટતા ડ્રાઈવરની સીટ પાછળ 1.5 ફીટની તેની વિસ્તારિત કેબિન સ્પેસ ધરાવે છે, જે મૂલ્યવાન અને ફ્રેજાઈલ માલોનો સંગ્રહ કરી શકે છે. તેમાં પાવર સ્ટીયરિંગ, પાવર વિંડોઝ, સેન્ટ્રલાઈઝ્ડ ડોર લોક, હીટર સાથે એસી વગેરે જેવી સુવિધા છે, જેને લીધે કૃષિ, રિટેઈલ, ડેરી, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને લઘુ ઉદ્યોગો જેવા ઉદ્યોગોમાં કમર્શિયલ ઉપયોગ માટે તેને આદર્શ બનાવે છે. ઈસુઝુએ હાલમાં જ દિલ્હી એનસીઆરના ગ્રેટર નોઈડામાં એક સપ્તાહ પૂર્વે યોજાયેલા એસઆઈએમ બસ એન્ડ સ્પેશિયલ વેહિકલ શો ખાતે નવું, મજબૂત ડી-મેક્સ મોબાઈલ સેવા વાહન પ્રદર્શિત કર્યું હતું.

 

ઈસુઝુ ડી-મેક્સે વૈશ્વિક સ્તરે ઘણા બધા એવોર્ડસ જીત્યા છે અને ભારતમાં આ પ્રવાહ શરૂ કર્યો છે. ઈસુઝી ડી-મેક્સને ગઈકાલે મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં પિક-અપ ઓફ ધ યર કેટેગરી માટે પ્રતિષ્ઠિત એપોલો- સીવી એવોર્ડસ પ્રાપ્ત થયો હતો.

 

એમયુ-7 ઈસુઝુની ડીઝલ એન્જિનની નિપુણતા ધરાવે છે અને તેમાં ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યક્ષમતા અને અનન્ય એન્જિન પરફોર્મન્સ ધરાવે છે. 3- મીટર વ્હીલ- બેઝ એમયુ-7ને લક્ઝુરિયસ અને મોકળાશભર્યું ઈન્ટીરિયર ઓફર કરવા સાથે ભારતમાં ઉપલબ્ધ સૌથી વિશાળ એસયુવીમાંથી એક છે.

 

એમયુ-7ની કિંમત રૂ. 21,48,000 લાખથી શરૂ થાય છે (એક્સ- શોરૂમ, અમદાવાદ) અને ડી- મેક્સ રેન્જની કિંમત રૂ. 6,54,000થી શરૂ થાય (એક્સ- શોરૂમ, અમદાવાદ) છે.

 

ઈસુઝુ 2015-16ના અંત સુધીમાં દેશભરમાં વધુ 60 આઉટલેટ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઈસુઝુએ ભારતમાં દસ રાજ્યોમાં તેની હાજરી સ્થાપિત કરી દીધી છે, જેમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ગુજરાતનો સમાવેશ થાય છે, જેમાં તેની ડીલરશિપ અમદાવાદ, દિલ્હી, નોઈડા, જયપુર, મુંબઈ, ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદ, કોઈમ્બતુર, મદુરાઈ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, કોચિન અને કેલિકટમાં છે.

 

ઈસુઝુ મોટર્સ (ઈન્ડિયા વિશે)

ઈસુઝુ મોટર્સ લિમિટેડનું વડુંમથક જાપાનના ટોકિયોમાં છે. તે હલકાં, મધ્યમ અને ભારે કમર્શિયલ વાહનો, યુટિલિટી વાહનો અને ડીઝલ એન્જિનોની વૈશ્વિક ઉત્પાદક છે. 25 દેશોમાં કામગીરી અને દુનિયાભરના 100 દેશોમાં વેચાણ સાથે કંપની ઘણી બધી બજારોમાં પિક-અપ્સ અને પિક-અપ આધારિત ડેરિવેટિવ્ઝમાં આગેવાન છે. કંપની દુનિયાભરના વાર્ષિક 6 લાખ યુનિટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

 

ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસુઝુ મોટર્સ લિમિટેડ, જાપાનની સબસિડિયરી છે, જેની સ્થાપના તામિલનાડુના ચેન્નાઈમાં ઓગસ્ટ 2012માં કરવામાં આવી હતી. ચેન્નાઈમાં વડામથક સાથે ઈસુઝુ મોટર્સ હાલમાં તેના ચેન્નાઈ સ્થિત થિરુવેલ્લુર ખાતે પ્લાન્ટમાં ઈસુઝુના સ્પોર્ટસ યુટિલિટી વાહન એમયુ-7 અને પિક-અપ ટ્રક ડી-મેક્સના એસેમ્બલિંગ સીકેડી કિટ્સ એચએમએલ હેઠળ હિંદુસ્તાન મોટર્સ (એચએમએલ) સાથે ઉત્પાદન કરાર ધરાવે છે.

 

ઈસુઝુએ આંધ્ર પ્રદેશના શ્રીસિટી, ટાડા, ચિત્તુર જિલ્લામાં તેના પ્રસ્તાવિત ઉત્પાદન એકમ સ્થળે સિવિલ વર્ક શરૂ કર્યું છે. કંપનીએ ભારતમાં વાહન ઉત્પાદન કામગીરી શરૂ કરવા માટે આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા પછી 2013માં 107 એકર જમીન પ્રાપ્ત કરી છે. આ નવું એકમ વર્ષમાં 50,000 યુનિટની આરંભિક નિર્માણ ક્ષમતા સાથે 2016 સુધીમાં કમર્શિયલ કામગીરી શરૂ કરવાની શક્યતા છે. ઈસુઝુએ રૂ. 3000 કરોડના સંચયિત રોકાણ સાથે વર્ષમાં 1,20,000 યુનિટ્સની નિર્માણ ક્ષમતા વધારવાની યોજના બનાવી છે અને 2000-3000 નોકરીઓ ઊપજાવવાની અપેક્ષા છે.  કંપની 2016 સુધીમાં દેશબરમાં 60 ડીલરશિપ આઉટલેટ શરૂ કરશે અને 2020 સુધીમાં આ સંખ્યા 160 પર લઈ જશે.

 

ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા 2016માં નિર્માણ આરંભ કરીને ત્રણ વર્ષમાં 100 ટકા સ્થનિકીકરણ હાંસલ કરવાની યોજના ધરાવે છે. ભારતીય બજારમાં ઈસુઝુની લાંબા ગાળાની કટિબદ્ધતાનો આ ઉત્તમ દાખલો છે.